હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
CBI અને સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા બાદ વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલની કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા છે.વર્ષ 2021-22ની આબકારી નીતિના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના DY.CM મનીષ સિસોદિયા સોમવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની અંદર અને બહાર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હીના ધરપકડ કરાયેલા નાયબ મુખ્યપ્રધાને દાવો કર્યો હતો કે એક્સાઈઝ પોલિસી મામલામાં તેમની કોઈ ભૂમિકા નથી.
તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે આ નિર્ણય વ્યક્તિગત રીતે લીધો હતો. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તેને પૂછપરછ માટે સિસોદિયાની કસ્ટડીની જરૂર છે. સિસોદિયાના વકીલે તેમને કસ્ટડી આપવાની CBIની વિનંતીનો વિરોધ કર્યો હતો. તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે તેના અસીલ સામે કોઈ પુરાવા નથી.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.