હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
IT એકટની કલમ A 66 ના વારંવાર ઉપયોગ કરવા બદલ સુપ્રીમ કોર્ટે આંચકો અને નારાજગી વ્યકત કરી છે. સુપ્રીમ કોર્ટે 2105માં એક ઐતિહાસિક ચુકાદામાં આ સેકશનને રદ કરી નાંખી હતી. IT એકટની કલમ A 66 હેઠળ પોલીસ ઓનલાઇન વાંધાજનક સામગ્રી પોસ્ટ કરનારા લોકોની ધરપકડ કરી શકતી હતી.ન્યાયાધીશ રોહિંટન નરીમન, કેએમ જોસેફ અને બીઆર ગવઇની બેંચે કહ્યું કે કલમ રદ થવા છતા તેનો ઉપયોગ ચાલી રહ્યો છે તે ચોંકાવનારી વાત છે અમે નોટીસ ઇશ્યૂ કરીશું.
પીપલ યૂનિયન ફોર સિવિલ લિબર્ટીઝ નામના એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરી હતી કે કેન્દ્રને સુચના આપવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રએ બધા પોલીસ સ્ટેશનોને જણાવવું જોઇએ કે સેકશન 66 A હેઠળ FIR કરવાની નથી. જયારે સુપ્રીમ કોર્ટેને કહેવામાં આવ્યું કે આઇટી સેકશન હેઠળ 1000 થી વધારે કેસ નોંધાઇ ચૂકયા છે. તો જસ્ટિસ નરીમને કહ્યું કે ગજબ કહેવાય, જે ચાલી રહ્યું છે તે એકદમ ભયાનક છે.
સુપ્રીમ કોર્ટે 24 માર્ચે 2015ના દિવસે એવું કહીને આ કલમ રદ કરી હતી કે IT એકટની કલમ A 66 એ અસ્પષ્ટ, અસંવેધાનિક અને બોલવાની આઝાદીનું ઉલ્લંઘન કરનારી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારના વકીલ સંજય પારિખે કોર્ટને કહ્યું કે સેકશન 66 A રદ થતા પહેલાં 11 રાજયોમાં 229 કેસો હતા. જયારે એ પછી તો આંકડો 1307 થઇ ગયો છે અને 570 હજુ પેન્ડિંગ છે. પારિખે કહ્યું કે લોકો પરેશાન થઇ રહ્યા છે. કેન્દ્ર બધી FIR અને સક્રીય તપાસના ડેટા ભેગા કરે અને એ કેસ પણ જોવામાં આ જે પેન્ડિંગ છે. કોર્ટે કેન્દ્રને જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.IT એકટને 2000માં પસાર થયો હતો તે વખતે વિવાદાસ્પદ ધારા 66 Aને સામેલ કરવામાં આવી નહોતી.. 2008માં આ એકટમાં સશોધન કરીને કલમ 66Aને ઉમેરવામાં આવી જે ફેબ્રુઆરી 2009થી લાગૂ કરવામાં આવી હતી. આ કલમ ઇલેક્ટ્રોનિકસ ડિવાઇઝ પર વાંધાજનક કન્ટેન્ટ પોષ્ટ કરવાના સંબંધમાં છે. આ કેલમ હેઠળ દોષી સાબિત થનારને 3 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ અથવા બનેંની જોગવાઇ છે.