હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
જેતપુરમાં ગઈકાલે ગુમ થયેલી બાળકીનો અવાવરુ સ્થળેથી કોથળીમાં પેક કરેલો મૃતદેહ મળી આવ્યો છે. બાળકી તેના ઘર નજીક એકલી રમતી હતી ત્યાર અજાણ્યા શખ્સે એકલતાનો લાભ લઈ તેની અવાવરુ સ્થળે લઈ ગયો હતો.
ના જેતપુરમાંથી ગઈકાલે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અઢી વર્ષની બાળકની તેના ઘર નજીક એકલી રમતી હતી તે સમયે એકલતાનો લાભ લઈ અજાણ્યો શખ્સ તેને ઉઠાવી ગયો હતો. આરોપી શખ્સ બાળકીને શારીરિક અડપલા કરવાના ઈરાદાથી અવાવરુ સ્થળે લઈ ગયો હતો. જો કે બાળકીએ બુમ પાડતા પકડાઈ જવાના ડરે તેની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહને કોથળામાં વીંટીને અવાવરૂ સ્થળે ફેંકી દીધો હતો.
ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, પરપ્રાંતિય શખ્સે કરી હત્યા
હત્યા કરનાર શખ્સ જેતપુર પોલીસના હાથવેંતમાં હોવાનુ પોલીસ જણાવી રહી છે. રાજેશ ચૌહાણ નામના પરપ્રાંતિય શખ્સે હત્યા કરી હોવાની માહિતી મળી છે. આરોપી શખ્સ લાલચ આપીને બાળકીને તેના કારખાનાની બાજુમાં આવેલા કારખાનામાં લઈ ગયો હતો. જ્યાં બાળકીએ બુમાબુમ કરતા શખ્સે બાળકીને માર મારી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને થેલામાં પેક કર્યો હતો.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.