હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1થી 6ના બાળકોને મોટનાથ તળાવની મુલાકાતે લઈ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ લગાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 11 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તેમજ હાલ NDRFની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે.
હરણી લેક ઝોનની દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વડાપ્રધાને મૃતકના પરિવારજન માટે 2 લાખ અને મુખ્યમંત્રીએ 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. એટલું જ નહીં, ઇજાગ્રસ્તો માટે વડાપ્રધાન અને રાજ્ય સરકારે 50-50 હજારની સહાય જાહેર કરી હતી.