Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

November 4, 2024

અયોધ્યા રામ મંદિર / હવેથી VNSGU ભણાવશે શ્રીરામ જન્મભૂમિનો ઈતિહાસ: શરૂ કરાશે સર્ટિફિકેટ કોર્સ…

Share Post:

Latest photos of Ayodhya's Ram Mandir take internet by ...

શ્રી રામ જન્મભૂમિનો ઈતિહાસ જાણવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં સર્ટિફિકેટ કોર્ષને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી.સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવનારી પેઢી ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઈતિહાસ જાણે તેમજ તેને સમજે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવા માટે મંજૂરી અપાઈ હતી. હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાશે. ત્યારે આ સર્ટિફિકેટ કોર્ષમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યાને લગતા મુદ્દાઓને આવરી લેવાશે.

કોર્ષનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી ફી રૂા. 1100 રાખવામાં આવી.
સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી રામ જન્મભૂમિનો ઈતિહાસ જાણવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે કોર્ષ શરૂ કરવા મંજૂરી અપાઈ છે. આ સર્ટીફિકેટ કોર્ષમાં ભગવાન શ્રી રામ અને અયોધ્યાને લગતા મુદ્દાઓને આવરી લેવાશે. રામ જન્મભૂમિ માટે થયેલા વિવાદ, સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો પણ સમાવેશ થાય છે. નવનિર્મિત મંદિર સહિતની બાબતોનો કોર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્ષનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવા હેતુથી ફી રૂા. 1100 રાખવામાં આવી છે. જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ અને રશિયન ભાષાના સર્ટિફિકેટ કોર્ષની રૂપિયા 10, 000 ફી જાહેર કરવામાં આવી છે.

આ સર્ટીફીકેટ કોર્ષની ફી 1100 રૂપિયા જેટલી હતી.
આ બાબતે જણાવ્યું હતું કે, આપણી વીર નર્મદ યુનિ. ખાતે ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઈતિહાસ નામનો સર્ટીફીકેટ કોર્ષ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેની એકેડેમીક કાઉન્સિલે માન્યતા પણ આપી છે. જે અંતર્ગત આ 30 કલાકનો સર્ટીફીકેટ કોર્ષ છે. તેમજ આ જેની અંદર ભગવાન શ્રી રામના 10 હજાર વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર બાદ મંદિરની સ્થાપના, એને તોડવું અને છેલ્લે વડાપ્રધાનનાં નેતૃત્વમાં 22 મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આજ સુધીનો તમામ ઈતિહાસ આ સર્ટીફીકેટ કોર્ષની અંદર શીખવવામાં આવશે, આ સર્ટીફીકેટ કોર્ષની અંદર 12 વર્ષની ઉપરનો કોઈ પણ વ્યક્તિ આ કોર્ષ કરી શકે છે. એ જે નાગરિક છે. એણે શૂન્ય અભ્યાસ કરેલ હોય તો પણ આ સર્ટીફીકેટ કોર્ષમાં જોડાઈ શકે છે. અને તેની ફી જે છે તે 1100 રૂપિયા જેટલી રાખવામાં આવી છે.


Share Post:

Read Previous

ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો : સેન્સેક્સ 1000 વધુ અંક ગગડ્યો, રોકાણકારોના 8.50 લાખ કરોડનું ધોવાણ…

Read Next

Gujarat :- મંદીના માહોલમાં પડતાં પર પાટું: 150 કરોડમાં પાર્ટી ઉઠી જતા સુરત- મુંબઈ વેપારીઓના હોંશ…

Most Popular