હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
સુરતમાં (Surat) મહાનગરપાલિકાના નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતને વાંકે લોકોના પૈસા વ્યર્થ જતા હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે. અડાજણ વિસ્તારની અંદર ગઈકાલે જે રસ્તા બનાવવામાં આવ્યા હતો તે રસ્તા ઉપર પાથરેલું ડામર પીગળી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
ના અડાજણ વિસ્તારમાં આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે રોડ ખખડધજ થઈ ગયા હતા. ત્યાં રીપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. જો કે રસ્તો રીપેરિંગ કરવાના કલાકો બાદ જ ફરીથી યથાવત સ્થિતિમાં જોવા મળ્યા છે, કલાકોમાં રસ્તા પરનો ડામર પીગળી ગયેલો જોવા મળ્યો. જેને લઇને મનપાની કામગીરી ઉપર પ્રશ્ન સર્જાઇ રહ્યા છે.
સુરતમાં મહાનગરપાલિકાના નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતને વાંકે લોકોના પૈસા વ્યર્થ જતા હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ટેન્ડર આપીને શહેરના રસ્તા બનાવવા અને રીપેરીંગ કરવાનું કામ કરાવવામાં આવતુ હોય છે. છતાં પણ ચોમાસા દરમિયાન આપણે જોતા હોઈએ છીએ કે પહેલા બીજા વરસાદમાં જ રસ્તાઓનું ધોવાણ થઈ જતુ હોય છે. હાલ અડાજણ વિસ્તારની અંદર ગઈકાલે જે રસ્તા બનાવવામાં આવ્યા હતો તે રસ્તા ઉપર પાથરેલું ડામર પીગળી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી શંકા વર્તાઈ રહી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.