હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
કિરણ કુમાર રેડ્ડી શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. દરમિયાન પાર્ટીના નેતા પ્રહલાદ જોશીએ કહ્યું કે કિરણ કુમાર રેડ્ડીના નેતૃત્વમાં આંધ્રમાં ભાજપ વધુ મજબૂત બનશે.
કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને અવિભાજિત આંધ્રપ્રદેશના છેલ્લા મુખ્યપ્રધાન એન. કિરણ કુમાર રેડ્ડી શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં ભાજપ માં જોડાયા હતા. દરમિયાન પાર્ટીના નેતા પ્રહલાદ જોશીએ કહ્યું કે કિરણ કુમાર રેડ્ડીના નેતૃત્વમાં આંધ્રમાં ભાજપ વધુ મજબૂત બનશે. ત્રણ પેઢી કોંગ્રેસમાં કામ કરતી રહી. તેમના પિતા 3 વખત ધારાસભ્ય અને મંત્રી રહ્યા. કિરણ કુમાર રેડ્ડી મુખ્યમંત્રી હતા. 4 વખત ધારાસભ્ય ચૂંટાયા.
માર્ચ 2014 સુધી અવિભાજિત આંધ્રપ્રદેશના 16માં મુખ્યપ્રધાન રહ્યા હતા
આ વર્ષે માર્ચમાં રેડ્ડીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. સપ્ટેમ્બર 1959 માં જન્મેલા, રેડ્ડીએ 25 નવેમ્બર 2010 થી 01 માર્ચ 2014 સુધી અવિભાજિત આંધ્રપ્રદેશના 16માં મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. 2 જૂન, 2014ના રોજ તેલંગાણા રાજ્યની રચના પહેલા તેઓ સંયુક્ત આંધ્રપ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી હતા.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.