Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

December 6, 2024

ગૌતમ અદાણીને પાછળ છોડી અંબાણી નીકળ્યા આગળ, જાણો દુનિયાના ટોપ 10 અમીરોની યાદીમાં કેટલા ભારતીયો છે સામેલ

Share Post:

ગૌતમ અદાણીને પાછળ છોડી અંબાણી નીકળ્યા આગળ, જાણો દુનિયાના ટોપ 10 અમીરોની યાદીમાં કેટલા ભારતીયો છે સામેલ

Forbes richest list 2024:ફોર્બ્સે હાલમાં જ વિશ્વના 10 સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે, આ યાદીમાં એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવો જાણીએ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ છે…

વિશ્વના અમીરોની માહિતી આપતી વેબસાઈટ ફોર્બ્સે તાજેતરમાં વિશ્વના ટોચના અમીરોની યાદી જાહેર કરી છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ 2024ના અબજોપતિઓની યાદી અનુસાર, ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એક સમયે એશિયામાં નંબર 1 હતા. આ સાથે જ તે ફોર્બ્સની યાદીમાં ટોપ 10માં છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલવીએમએચના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ છે. આવો અમે તમને દુનિયાના ટોપ 10 અમીર લોકો અને તેમની નેટવર્થ વિશે જણાવીએ.

ફોર્બ્સની યાદીમાં ફ્રાંસના બર્નાર્ડ આર્નોલ્ટ પ્રથમ સ્થાને છે

ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમનો પરિવાર મંગળવારે જાહેર કરવામાં આવેલી ફોર્બ્સની યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયા છે. બર્નાર્ડ આર્નોલ્ટ 233 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. આ યાદીમાં બીજા સ્થાને અમેરિકાના TESLA અને SpaceX કંપનીના માલિક એલન મસ્ક છે, જેની કુલ સંપત્તિ 195 બિલિયન ડૉલર હોવાનું કહેવાય છે.

ત્રીજા નંબર પર જેફ બેઝોસ

આ યાદીમાં અમેરિકા સ્થિત એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 194 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. ચોથા સ્થાને મેટાના સ્થાપક અમેરિકન બિઝનેસમેન માર્ક ઝકરબર્ગ છે. પાંચમા નંબરે લેરી એલિસન છે, જેઓ ઓરીકલ કંપની ચલાવે છે, તેમની પાસે $141 બિલિયનની સંપત્તિ છે. વોરન બફેટ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે, તેમની પાસે 133 અબજ ડોલરની સંપત્તિ છે.

બિલ ગેટ્સ સાતમા નંબરના સૌથી ધનિક વ્યક્તિ, અંબાણી નવમા સ્થાને પહોંચ્યા

માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ 128 અબજ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયા છે. 121 બિલિયન ડોલરની નેટવર્થ સાથે સ્ટીવ બાલ્મર આઠમાં નંબરે છે. ભારતના મુકેશ અંબાણી $116 બિલિયનની નેટવર્થ સાથે નવમા સ્થાને છે. તે જ સમયે, આલ્ફાબેટના સીઈઓ લેરી પેજ દસમા સ્થાને છે, તેમની કુલ સંપત્તિ 114 અબજ ડોલર છે.


Share Post:

Read Previous

CSKને લાગ્યો મોટો ઝટકો, ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બોલરે અચાનક છોડી આઈપીએલ 2024

Read Next

આજનું હવામાન : અંગ દઝાડતી ગરમી માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, આ જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચકાશે

Most Popular