હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
આજે દેશભરની અંદર રામનવમીના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના ખટોદરા પોલીસે માત્ર મંદિરોની અંદર ચોરી કરતા ઇસમોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.
શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરોમાં ચોરી કરતી તસ્કર ગેંગના બે સભ્યોને પકડી લઇ ખટોદરા પોલીસે ત્રણ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી પાસેથી 1,80,200 રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
આજે દેશભરની અંદર રામનવમીના દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના ખટોદરા પોલીસે માત્ર મંદિરોને અંદર ચોરી કરતા ઇસમોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. સુરતના ખટોદરા પોલીસે બાતમીના આધારે માત્ર અને માત્ર શહેરની અંદર મંદિરોને ટાર્ગેટ કરી રેકી કર્યા બાદ રાત્રિના સમયે મંદિરોમાં ચોરી કરતાં હતા. ત્યારે પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ બંને ઈસમોએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર જેટલા મંદિરોમાં ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.