હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતોની 5 વર્ષીય પુત્રી મનસ્વી મંગળવારે ઘરે રમતી હતી. આ દરમ્યાન દીકરી રમતા રમતા પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં નાંખી હતી.
સુરત માં વાલીઓ માટે એક લાલબતી સામાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પાંચ વર્ષીય બાળકી રમતા રમતા વીંટી ગળી ગઈ હતી. દીકરી વીંટી ગળી જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા બાળકીને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં તપાસ કરતા વીંટી અન્નનળીમાં ફસાઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તબીબોએ તાત્કાલિક બાળકીને દૂરબીન ઓપરેશન કરીને વીંટી બહાર કાઢવામાં આવી હતી. દૂરબીન ઓપરેશનમાં 1 કલાક થી વધુ સમય લાગ્યો હતો.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.