હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
સુરત: સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક પ્રકારના ગુનાઓ સામે આવી રહ્યા છે. આ સાથે સાથે અંધશ્રદ્ધામાં વધતી માન્યતાને લઈને લોકો કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરી લે છે. ત્યારે આવા ઠગબાજો અંધશ્રદ્ધામાં ઘેરાયેલા લોકોનો ફાયદો ઉઠાવે છે અને આર્થિક નુકસાની પહોંચાડી રહ્યા છે. ત્યારે સુરતમાં સોશિયલ મીડિયા પર “તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ ઔર સમસ્યાઓ કા સમાધાન”ની જાહેરાત મૂકી તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી આચરતા બે ઠગબાજોની ધરપકડ કરવામાં આવી છે.
સુરત સાબર ક્રાઇમ સેલમાં નોંધાયેલ ગુનાનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે. બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને જ્યોતિષના ધંધા સાથે સંકળાયેલા છે. આ બંને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવેલા મોબાઈલ નંબરોના આધારે સંપર્ક કરતા લોકોને ઘરમાં આત્માનો વાસ છે અને સોનું રહેલું છે તે બહાર કાઢી આપવાના નામે લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સુરત સાયબર ક્રાઈમ સેલમાં સુરતના વ્યક્તિ દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી. જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને બે જ્યોતિષોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘર-પરિવારમાં ચાલી આવતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગે બંને જ્યોતિષોને આપવીતી જણાવી હતી. વર્ષ 2020થી વર્ષ 2023 દરમિયાન બંને જ્યોતિષો દ્વારા ફરિયાદીને તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ અને સમસ્યાઓનું સમાધાન કરી આપવાના નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા 15 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી. જેમાં સોના-ચાંદીના ઘરેણા પણ બંને જ્યોતિષો દ્વારા પડાવી લેવાયા હતા.
ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે, તેમ કહી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસામાં લેવામાં આવ્યો હતો. જ્યાં વિશ્વાસ અને ભરોસામાં આવી ગયેલા ફરિયાદીએ આ તમામ રકમ અને સોના ચાંદીના ઘરેણા બંને જ્યોતિષોને આપી દીધા હતા, પરંતુ સમય ગયા છતાં સમસ્યાઓનું સમાધાન નહીં આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતા સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તમામને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.