હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ટેક કંપની લ્યુસીએ વૈશ્વિક ધોરણે ડાયમંડ પ્રાઇસ લિસ્ટ દર્શાવતું નવુ પ્લેટફોર્મે (DPL™) લોંચ કર્યુ છે.વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુર્સિસની માલિકી ધરાવતુ ડાયમંડ માર્કેટ પ્લેસ ‘ગેટ-ડાયમંડ્સ ડોટ કોમ’ માટે વિકાસલક્ષી કામો કરવા લ્યુસી પાસે લાંબા ગાળાની અનેક યોજનાઓ હોવાની તેમણે જાહેરાત કરી .
વી.પી. સેલ્સ એન્ડ માર્કેટિંગના મિકલ માર્ટિનેઝએ પ્રતિભાવ આપતા કહ્યુ કે ડાયમંડ પ્રાઇસ લિસ્ટ દર્શાવતું નવુ પ્લેટફોર્મ (ડીપીએલ™) અત્યંત પારદર્શક,વિશ્વસનીય અને પોલિશ્ડ ડાયમંડ પ્રાઇસને સચોટ રીતે ગાઇડ કરનારૂ છે. www.thediamondpricelist.com વેબસાઇટ પર હીરાની પ્રાઈસ નિર્ધારીત કરવા માટેની પ્રાદર્શિક પદ્ધતિ દરેક લોકો આસાનીથી સમજી શકે એ રીતે પ્રકાશિત કરવામાં આવી છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ એલ્ગોરિધમ્સના ઉપયોગ દ્વારા આ પ્લેટફોર્મને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યુ છે.વ્યવહારમાં કોઈ માનવ હસ્તક્ષેપ વગર માત્ર આધુનિક ટેકનોલિજીના ઉપયોગથી એક ઓપ્ટિમાઇઝ ભાવ સૂચિની દરેકને ખાત્રી મળે છે.
લ્યુસી પ્લેટફોર્મ્સ દ્વારા દર્શાવવામાં આવનાર ડાયમંડ પ્રાઈસ લિસ્ટની પધ્ધતિને કાબેલ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ ની સ્વતંત્ર સમર્પિત ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે.ડાયમંડ પ્રાઇસ લિસ્ટ માટેની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનમાં ડાયમંડ પ્રાઇસ કેલ્ક્યુલેટર પણ આપવામાં આવ્યુ છે.જેને એપલ અને એન્ડ્રોઇડ માટે અમુક્રમે એપસ્ટોર અને ગૂગલપ્લેમાંથી ડાઉનલોડ કરી શકાય છે.ડાયમંડ પ્રાઇસ કેલ્ક્યુલેટર હીરા કારોબારીઓને હીરાના અંતિમ ભાવ નિર્ધારીત કરવાના કાર્યને અત્યંત સરળ બનાવે છે.આ ઉપરાંત આ પ્લેટફોર્મે પર વાસ્તવિક-સમયની પોલિશ્ડ ડાયમંડની વૈશ્વિક માંગ અને બજારની આંતરદૃષ્ટિના અહેવાલો પણ પ્રકાશિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.