હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
જુલાઈ મહિનો શરૂ થતા જ જનતાને એક મોટો આંચકો લાગ્યો છે. દરરોજ વધતી પેટ્રોલ-ડીઝલની કિંમતો બાદ આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપની દ્વારા ઘરેલુ રાંધણ ગેસ પર 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 834 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત, કોલકાતામાં 861 રૂપિયા, ચેન્નઈમાં 850 રૂપિયામાં અને મુંબઈમાં આ સિલિન્ડર 834.5 રૂપિયામાં મળી રહ્યો છે. જૂન મહિનાની કિંમતોની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 809 રૂપિયા હતો. બીજી બાજુ કોલકાતામાં 835.5 રૂપિયા, મુંબઈમાં 809 રૂપિયા અને ચેન્નઈમાં 825 રૂપિયા હતો.
19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો 84 રૂપિયાના વધારા બાદ રાજધાની દિલ્હીમાં તેની કિંમત 1550 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત, ચેન્નઈમાં 1687.50 રૂપિયા, કોલકાતામાં 1651.50 રૂપિયા અને મુંબઈમાં 1507 રૂપિયા થઈ ગઈ છે.ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત, વોટ્સએપ પર REFILL લખીને 7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે, રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરવું.
આની જેમ એલપીજીની કિંમત તપાસો
એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી તેલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીંની કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx આ લિંક પર, તમે તમારા શહેરનાં ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.