હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. આગામી ત્રણ દિવસ ફરી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતો પર માવઠાનું સંકટ છે.
ખેડૂતો માટે ફરી માઠા સમાચાર મળ્યા છે. રાજ્યના અનેક વિસ્તારમાં ફરી માવઠા ની આગાહી કરાઈ છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતા છે. 29, 30 અને 31 માર્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે.
ગુજરાતના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે 31 માર્ચે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ 3 ડિગ્રી જેટલું તાપમાન વધે તેવી શક્યતા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પવન અને ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.