હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
કર્મચારી રાજ્ય વિમા નિગમે(ESIC) ગુરુવારે એક ખૂબ જ અગત્યના નિર્ણયની જાહેરાત કરી છે. ESICએ આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર 2020ની વચ્ચે નોકરી ગુમાવનારા કર્મચારીઓને 3 મહિના સુધી 50 ટકા સેલેરી આપવા માટે નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
- આ નિર્ણયથી એવા લોકોને ઘણી રાહત મળી છે, જેમની નોકરી કોરોનાના કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને કારણે ચાલી ગઇ છે. ESIC બોર્ડના આ નિર્ણયથી ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરનારા 40 લાખ કર્મચારીઓને ફાયદો થશે. ESICએ નોટિફિકેશન બહાર પાડી કહ્યું છે કે, સંગઠને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ અમુક શરતો અને બેરોજગારીથી જોડાયેલા લાભમાં વૃદ્ધિ માટે નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
- સંગઠન ESIC સ્કીમ હેઠળ કવર કર્મચારીઓને બેરોજગારીથી જોડાયેલા લાભ આપવા માટે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના શરૂ કરે છે. ESIC તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સંગઠને આ યોજનાને વધુ એક વર્ષ એટલે કે 30 જૂન 2021 સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
- સંગઠને કહ્યું કે, કોરોના મહામારીના કારણે રોજગારી છૂટી જનારા કર્મચારીઓ માટે પૂર્વ નક્કી કરેલી શરતોમાં છૂટ આપવામાં આવી છે અને રાહત સાથે જોડાયેલી રાશિમાં વધારો કરવામાં આવ્યો છે. નવી શરતો અનુસાર, વધેલી રકમની ચૂકવણી 24 માર્ચ 2020 થી 31 ડિસેમ્બર 2020ની વચ્ચે કરવામાં આવશે.
- ESIC અનુસાર 31 ડિસેમ્બર 2020 પછી 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2020ની વચ્ચે વાસ્તવિક પાત્રતા શરતોની સાથે આ યોજનાને શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, નિયમોમાં છૂટની સમીક્ષા 31 ડિસેમ્બર પછી માગ અને જરૂરિયાતોને આધારે કરવામાં આવશે. સંગઠને કહ્યું કે, આ રાહત રકમને પ્રાપ્ત કરવા માટે શરતોમાં ઢીલ મૂકવામાં આવી છે. સાથે જ રાહત રકમને વધારીને સરેરાશ વેતનને 50 ટકા પર લઇ જવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જે પહેલા 25 ટકા પર હતી. આ રાહત રકમની ચૂકવણી 3 મહિના સુધી કરવામાં આવશે. ESICનું કહેવું છે કે, પહેલા નોકરી જવા માટે 90 દિવસ પછી રાહત રકમની ચૂકવણી કરવામાં આવતી હતી, હવે આ સમયસીમાને ઘટાડીને 30 દિવસ કરી દેવામાં આવી છે.
- કઇ રીતે ક્લેમ કરી શકશો
- ESICએ કહ્યું કે, ઈન્શોર્ડ કર્મચારી સીધા સંગઠનની બ્રાંચ ઓફિસમાં ક્લેઇમ કરી શકે છે. નવી શરતોને આધારે ક્લેમને જૂના નિયોક્તા સુધી મોકલવાને સ્થાને રાહત રકમની ચૂકવણી સીધા ઈંશ્યોર્ડ વ્યક્તિના બેંક ખાતામાં કરવામાં આવશે.